ઊર્મિલા માતોંડકર શિવસેનામાં જોડાશે ?

ઊર્મિલા માતોંડકર શિવસેનામાં જોડાશે ?
મુંબઈ, તા. 17 : ઉત્તર મુંબઈમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડનાર અભિનેત્રી ઊર્મિલા માતોંડકરે કૉંગ્રેસ છોડયા પછી હવે શિવસેનામાં જોડાય એવી ભારોભાર શક્યતા છે. શિવસેનાના સચિવ મિલિન્દ નાર્વેકરને ઊર્મિલા માતોંડકરે ફોન કર્યાને લઈ રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડયું છે અને તેમાં વધુ જોર તેમનું શિવસેનામાં જોડાવવાને લગતી છે. ઠાકરે કુટુંબ સાથે આ અભિનેત્રીને સારા સંબંધ છે અને તેણે આ અગાઉ ભાજપ પર ટીકા કરી છે, પણ શિવસેના પર ક્યારે પણ કરી નથી.
 

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer