મોદીએ નર્મદાનાં નીરનાં વધામણાં કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરી

મોદીએ નર્મદાનાં નીરનાં વધામણાં કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરી
કેવડિયા, તા. 17 : વડા પ્રધાન મોદી આજે સવારે ગાંધીનગરથી નીકળીને કેવડિયા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી મોદી સ્ટેચ્યૂ અૉફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા, જેમાં મોદીએ ઇકો ટૂરિઝમ સાઇટ, રિવર રાફ્ટિંગ, જંગલ સફારી, બટરફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વવનની સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. બટરફ્લાય પાર્કમાં મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. ત્યારબાદ મોદી કેવડિયા ખાતે 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાનાં નીરનાં વધામણાં કરીને નર્મદા મૈયાની મહાઆરતી કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ 138.68 મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે. મોદી નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ અૉફ યુનિટી ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જ જાહેરસભાને પણ સંબોધશે. એક કલાક માટે રાજભવન ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે. 
મોદીના કેવડિયામાં આગમનને પગલે એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડોગ સ્કવોર્ડ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દ્વારા રાઉન્ડ ધી કલોક ચાકિંગ હાથ ધરાયું છે. 
પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કર્યા તે જ વખતે પ્રધાનમંત્રીએ નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા અને નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કરી હતી તે માટે ખાસ પ્લેટફોર્મ પણ હાલ તૈયાર કરવામાં આવ્યું હતું. જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ જણાય છે.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer