પ્રોટીસને શ્રેણી સરભર કરવા માટે તક નહીં આપે વિરાટસેના

કોહલી, શિખર ધવન ફોર્મમાં, આફ્રિકા માટે ભારત સામે જીત મોટો પડકાર
બેંગલોર, તા. 20 :અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રવિવારે ત્રીજા ટી-20 મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા ટકરાશે ત્યારે પહેલી મેચ ધોવાયા પછી બીજી મેચમાં શાનદાર જીત મેળવનારી વિરાટસેના પ્રોટીસને શ્રેણી સરભર કરવાની તક ન મળે તેવા પ્રયાસનાં લક્ષ્ય સાથે ઉતરશે.
રવિવારના મુકાબલા માટે શ્રેણીબદ્ધ કંગાળ પ્રદર્શનના પગલે રિષભ પંત પર ટીમમાંથી બાકાતીની તલવાર લટકી રહી છે.
બીજી મેચમાં શાનદાર 72 રન ઝૂડી દેનારો સુકાની વિરાટ કોહલી ફોર્મમાં છે. શિખર ધવને પણ ફોર્મમાં વાપસી કરી છે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ક્વિન્ટન ડિ'કોકના વડપણ હેઠળની પહેલી મેચમાં સારું રમી શકી નથી. રસીવાન, ડેવિડ મિલર જેવા અનુભવી ખેલાડીઓએ ખરા સમયે જવાબદારી ખભે ઊંચકવી પડશે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer