રોહિત, ધોની સાથે હોવાથી વિરાટ કોહલી સફળ સુકાની ગંભીર

રોહિત, ધોની સાથે હોવાથી વિરાટ કોહલી સફળ સુકાની ગંભીર
અમદાવાદ, તા. 20 : બે સફળ સુકાનીઓ મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા ટીમમાં હોવાથી જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ એક સફળ સુકાની તરીકે જુએ છે, તેવું ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટધર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું.
કોહલીએ હજુ ઘણું આગળ જવાનું છે. તે ઇંગ્લેન્ડના વિશ્વકપમાં સારું રમ્યો હતો, તેવું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત બાદ ગંભીરે પત્રકારોને જણાવ્યું હતું.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોહલીના રેકર્ડના સંદર્ભ સાથે ગૌતમે કહ્યું હતું કે, તમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ ટીમમાં ન હોય ત્યારે  સુકાનીની અસરકારકતાની કસોટી થાય છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer