વિશ્વ કુસ્તી બજરંગને મળ્યો કાંસ્ય ચંદ્રક

વિશ્વ કુસ્તી બજરંગને મળ્યો કાંસ્ય ચંદ્રક
રવિ દહિયાએ પણ 57 કિ.ગ્રા.માં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો
નવી દિલ્હી, તા. 20 : વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આજે 65 કિલોગ્રામ વજનની કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક કબ્જે કર્યો હતો.
પુનિયાએ બ્રોન્ઝ મેડલ માટેના જંગમાં તોંગોલિયાના તુલ્ગા ઓયિરને 8-7થી હાર આપી હતી. બજરંગ શરૂઆતમાં 0-6થી પાછળ હતો પણ ત્યારબાદ શાનદાર વાપસી કરી હતી અને ચંદ્રક જીત્યો હતો, તો રવિકુમાર દહિયાએ 57 કિલોગ્રામની કેટેગરીમાં ઈરાનના રેજા અહેમદાલીને 6-3થી પરાસ્ત કર્યો હતો.
અગાઉ સેમિફાઈનલમાં પુનિયાને કમનસીબ હારનો સામનો કરવો પડયો હતો. સ્કોર 9-9થી બરોબરી પર રહ્યો હતો. પણ પરાજિત જાહેર કરાયો હતો. ત્યારબાદ તેણે અમ્પાયરિંગ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer