સોના-ચાંદીના ભાવ મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.20 : વૈશ્વિક સોનાનો ભાવ મક્કમ રહ્યો હતો. અલબત્ત ચાર અઠવાડિયામાં પ્રથમ વખત સોનું સુધરવામાં સફળ રહ્યું હતું. નબળા ડૉલરને લીધે ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1500 ડૉલરના સ્તરે હતો. મિડલ ઇસ્ટમાં ચિંતાજનક પરિસ્થિતિને લીધે સોનું ઘટતું અટક્યું છે. ન્યૂ યોર્કમાં ચાંદી પણ 17.79 ડૉલરની સપાટીએ રનિંગ હતી. ફેડના વ્યાજદર ઘટાડાની અસર બજાર ઉપર રહી નથી. ફરી મિડલ ઇસ્ટની સ્થિતિનું કારણ બજારે ધ્યાને લીધું છે. 
કરન્સી બજારમાં સળંગ ત્રીજા અઠવાડિયે નરમાઇ ચાલુ રહી હતી. ફેડે વ્યાજદર કાપ મૂક્યો ત્યારે ડૉલરમાં થોડી રોનક હતી પણ હવે ચમક ગુમાવી દીધી છે. સાઉદી અરેબિયાની ઓઇલ કંપની ઉપર હુમલા પછી ચિંતાનો માહોલ છે એટલે સોનાએ 1500 ડૉલર જાળવી રાખ્યા છે. એફએક્સટીએમ કંપનીના વિશ્લેષક લુકમેન ઓટુનુગા કહે છે, વૈશ્વિક આર્થિક વાતાવરણ હડોળાયેલું છે.  મધ્યસ્થ બૅન્કો વ્યાજદર ઘટાડાનું વિચારવા લાગી હોવાથી સોનાને ટેકો રહેશે. નીચાં વ્યાજદરો હોય ત્યારે સોનું રોકાણકારોને આકર્ષક જણાતું હોય છે. ચીન અને અમેરિકા વૉશિંગ્ટનમાં આવતા મહિને ટ્રેડવોર મુદ્દે વાટાઘાટ કરવાના છે એટલે સોનામાં મોટી તેજી થવાની શક્યતા દેખાતી નથી.
સોનાની રેન્જ ચાર્ટ પ્રમાણે 1480-1550 વચ્ચે રહેશે. 1480 તૂટે તો 1450 સુધી આવી શકે છે. દરમિયાન સ્થાનિક બજારમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100 વધીને રૂા. 37,100 અને ચાંદીનો ભાવ રૂા. 300 વધીને રૂા. 45300 હતો.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer