એનસીડેક્સમાં ડાંગર, સોયાબીનમાં ઉપલી સર્કિટ, હળદરમાં નીચલી સર્કિટ

એનસીડેક્સમાં ડાંગર, સોયાબીનમાં ઉપલી સર્કિટ, હળદરમાં નીચલી સર્કિટ
એરંડા, ગુવારસીડ વાયદામાં સૌથી ઊંચા કારોબાર 
મુંબઈ, તા. 20 : એનસીડેક્સ ખાતે આજે ડાંગર, સોયાબીનમાં 3થી 4 ટકાની ઉપલી સર્કિટ જ્યારે હળદરમાં 2થી 4 ટકાની નીચલી સર્કિટ લાગી. એરંડા 376 કરોડ, ગુવારસીડ 232 કરોડના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા.  જવ, ચણા, ધાણા, ગુવારગમ, કપાસ, મગ, ડાંગર, સોયાબીન, હળદરના ભાવ વધીને બંધ રહ્યા હતા. એરંડા, ખોળ, ગુવારસીડ, જીરું, સરસવ, સોયોતેલના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 5928 રૂપિયા ખુલી 5804 રૂપિયા, ચણા 4055 રૂપિયા ખુલી 4034 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 3599 રૂપિયા ખુલી 3562.50 રૂપિયા, ધાણા 6055 રૂપિયા ખુલી 6033 રૂપિયા, ગુવારગમ 8034 રૂપિયા ખુલી 8034 રૂપિયા, ગુવારસીડનાં ભાવ 4100 રૂપિયા ખુલી 4146.50 રૂપિયા, જીરુંનાં ભાવ 17560 રૂપિયા ખુલી 17405 રૂપિયા, કપાસનાં ભાવ 1072 રૂપિયા ખુલી 1075.50 રૂપિયા,મગ 6200 ખૂલી રૂપિયા 6200 રૂપિયા, ડાંગર 3856 રૂપિયા ખૂલી 3894 રૂપિયા, સરસવ 3930 રૂપિયા ખુલી 3962 રૂપિયા, સોયાબીનનાં ભાવ 4040 રૂપિયા ખુલી 4065 રૂપિયા, સોયાતેલ 761.20 રૂપિયા ખુલી 760.55 રૂપિયા અને હળદરનાં ભાવ 6138 રૂપિયા ખુલી 6130 રૂપિયા બંધ રહ્યા હતા. 
  એરંડાનાં વાયદામાં કુલ 63225 ટન, ચણામાં 36470 ટન, કપાસિયા ખોળમાં 40090 ટન, ધાણામાં 3730 ટન, ગુવારગમમાં 18920 ટન, ગુવારસીડમાં 56250 ટન, જીરુંમાં 1095 ટન, કપાસનાં વાયદામાં 864 ગાડી, સરસવમાં 12220 ટન, સોયાબીનમાં 78330 ટન, સોયાતેલમાં 8760 ટન તથા હળદરમાં 6290 ટનનાં કારોબાર નોંધાયા હતા. 
 એરંડામાં 376 કરોડ, ચણામાં 148 કરોડ, કપાસિયા ખોળમાં 97 કરોડ, ધાણામાં 23 કરોડ, ગુવારગમમાં 152 કરોડ, ગુવારસીડમાં 232 કરોડ, જીરુંમાં 18 કરોડ, કપાસમાં 19 કરોડ, સરસવમાં 48 કરોડ, સોયાબીનમાં 295 કરોડ, સોયાતેલમાં 67 કરોડ તથા હળદરનાં વાયદામા 39 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ 26440 સોદામાં કુલ 1514 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer