ગિફ્ટ સિટીની આઈટી કંપનીઓને મેટ ઘટાડાથી લાભ થશે

ગિફ્ટ સિટીની આઈટી કંપનીઓને મેટ ઘટાડાથી લાભ થશે
મુંબઈ, તા. 20 : ગિફ્ટ સિટીમાં આઈટી-સંલગ્નિત સર્વિસીસ આપતી કંપનીઓને મિનિમમ ઓલ્ટરનેટીવ ટૅક્સ (મેટ)માં ઘટાડો થવાને પગલે લાભ થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને મેટ 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. 
ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીની રચના ફાઈનાન્સિયલ ઈકોનોમિક ઝોન તરીકે થઈ છે અને તે આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર છે. તેથી ફાઈનાન્સિયલ યુનિટ્સ માટે લાગુ થતો મેટ ત્યાં નવ ટકા છે. જોકે, ગિફ્ટ સિટીના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ત્યાંની 40 આઈટી અને આઈટી-સંલગ્નિત કંપનીઓને મોટી રાહત મળશે.
આ કંપનીઓ અત્યાર સુધી 18.5 ટકા મેટ ચૂકવતી હતી, પણ હવે તેઓ 15 ટકા મેટ ચૂકવશે.
આ સર્વિસીસમાં બેક અૉફિસ વર્ક, ગ્લોબલ ડિલિવરી સેન્ટર, ડિઝાઈન સર્વિસીસ સહિતનો સમાવેશ છે. મેટમાં ઘટાડાને કારણે વધુ આઈટી અને આઈટી-સંલગ્નિત કંપનીઓ ગિફ્ટ સિટી તરફ આકર્ષાશે.
ગિફ્ટ સિટી હવે તમામ ફાઈનાન્સિયલ સર્વિસીસ માટે નિયામકની રાહ જોઈ રહી છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer