નાણાપ્રધાને લીધેલા નિર્ણયોની દૂરગામી અસર થશે

નાણાપ્રધાને લીધેલા નિર્ણયોની દૂરગામી અસર થશે
મુંબઈ, તા. 20 :  નાણાપ્રધાને કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિત સંખ્યાબંધ પગલાંની કરેલી જાહેરાતને પગલે દેશના શૅરબજારમાં 1921 પોઈન્ટ્સનો જંગી ઉછાળો આવતા માર્કેટ કેપ રૂા.6.83 લાખ કરોડ વધ્યું છે. 
આજે નાણાપ્રધાને કોર્પોરેટ ટૅક્સના દરમાં ઘટાડા સહિત સંખ્યાબંધ ઐતિહાસિક પગલાં લીધાં છે તેની દૂરગામી અસર થશે. આ પગલાંને કારણે વર્તમાન કંપનીઓ પરના અસરકારક કરમાં 33 ટકા સુધીનો  અને 1 અૉક્ટોબર, 2019 બાદ ઉત્પાદન શરૂ કરનારી કંપનીઓ માટે 50 ટકા સુધીનો ઘટાડો થશે.
વર્તમાન જાહેરાતોને પગલે ભારતીય કંપનીઓ પરના કોર્પોરેટ ટૅક્સ રેટ્સ વિશ્વમાં સૌથી નીચા થઈ ગયા છે, ખાસ કરીને નવી કંપનીઓ માટે. આ નિર્ણયો ઐતિહાસિક બની રહેશે અને દેશમાં `ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ'ના સ્તરને ઊંચો લાવશે. અમે બીએસઈ ખાતે આ પગલાંને આવકારીએ છીએ અને વડા પ્રધાન અને નાણાપ્રધાનનો આભાર માનીએ છીએ. જે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે તે સરકારની વેપાર કામકાજ વધારવાની અને રોજગારી સર્જનમાં અનેક ગણો વધારો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ જાહેરાતો રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે અને મૂડીરોકાણની સાઈકલને શરૂ કરશે.'
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer