કૉર્પોરેટ ટૅક્સમાં રાહતથી મોટો લાભ થશે ઉદ્યોગ અગ્રણીઓ

કૉર્પોરેટ ટૅક્સમાં રાહતથી મોટો લાભ થશે ઉદ્યોગ અગ્રણીઓ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને અર્થતંત્રને વેગવંતું બનાવવા કૉર્પોરેટ ટૅક્સમાં કરેલા મોટા ઘટાડાને કંપનીઓ અને શૅરબજારના અગ્રણીઓએ વધાવી લેતાં કહ્યું છે કે આ સકારાત્મક પગલાંથી અનેક મોટી અને મધ્યમ કદની કંપનીઓની કામગીરી સુધરશે અને તેની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, તે સાથે અર્થતંત્ર પણ મંદીની ગર્તામાંથી બહાર આવશે.
વિદેશી કંપનીઓને મોટું પ્રોત્સાહન : દેવેન ચોકસી, મૅનેજિંગ ડિરેક્ટર, કે.આર. ચોકસી
કંપનીઓને ભારતમાં સ્થળાંતર કરવું હોય તેમણે નવા રોકાણ ઉપર ફક્ત 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ ચૂકવવાનો રહેશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વની કંપનીઓને ભારતમાં આવવા માટે આ મોટું પ્રોત્સાહન છે. ભારતીય કંપનીઓ પરનો ટૅક્સ બોજો પૂર્વ એશિયાની કંપનીઓની સમકક્ષ બનશે.
ભારત રોકાણ માટે સૌથી આકર્ષક : અજય બોડકે, સીઈઓ, પીએનએસ, પ્રભુદાસ લીલાધર
સરકારની જાહેરાતોથી ભારત રોકાણ માટે સૌથી આકર્ષક દેશ બન્યો છે અને અર્થતંત્રની ગતિ વધશે. સ્થાનિક કંપનીઓનો કૉર્પોરેટ ટૅક્સ 35 ટકાથી ઘટાડીને 25 ટકા કરતા અને 1 અૉક્ટોબર, 2019થી નવી કંપનીઓને ભારતમાં કામકાજ શરૂ કરવા અને વર્ષ 2023 પહેલાં કાર્યરત થશે તો ફક્ત 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ લાદવાનો નિર્ણય લેતા સરકારે અબજો ડૉલરના એફડીઆઈ અને એફઆઈઆઈને મધ્યમ ગાળા માટે આવકાર  આપ્યો છે.
બૅન્કિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સને લાભ : રાજીવ સિંઘ, સીઈઓ, કાર્વી સ્ટૉક બ્રોકિંગ
બૅન્કિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ અને અૉટો કંપનીઓને ફાયદો થશે. વિશ્વમાં ટ્રેડવૉર ચાલુ છે. એવામાં ભારતમાં નવી મેન્યુફેકચરિંગ કંપનીઓને માત્ર 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ લાગુ કરવામાં  આવ્યો છે.
અર્થતંત્રમાં રૂા. 1.45 લાખ કરોડ ત્વરિત આવશે : જીમિત મોદી, સ્થાપક અને સીઈઓ, સેમકો સિક્યુટિરીઝ ઍન્ડ સ્ટોકનેટ
કૉર્પોરેટ ટૅકસમાં ઘટાડો કરવાથી અર્થતંત્રમાં રૂા. 1.45 લાખ કરોડ ત્વરિત આવશે, જેથી સેન્ટિમેન્ટ સુધરશે, જે ફાઇનાન્સ કંપની બૅન્કસ અને હોટેલ્સ 32 ટકા અપવર્ડ ટૅક્સ ચૂકવે છે તેમને મહત્તમ ફાયદો થશે.
કૉર્પોરેટ ભારતમાં નાટયાત્મક અસર પડશે: મોહનદાસ પૈ સહ-સ્થાપક, અરિત કૅપિટલ
કરદરોમાં ફેરફાર કરવાથી કૉર્પોરેટ ભારતમાં નાટયાત્મક અસર થશે. ભંડોળમાં વધારો, મૂડી ખર્ચમાં ઘટાડો, ઈપીએસમાં સુધારો, મૂલ્યાંકનમાં વધારો, એકંદર ખર્ચમાં ઘટાડાથી ભારતમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધશે. તેમ જ આયાત પણ વધશે.
અર્થતંત્રને વેગ મળશે : આશિષ વૈદ, પ્રેસિડન્ટ, આઈએમસી
કરમાળખામાં નોંધપાત્ર સુધારા અર્થતંત્રને વેગ આપશે. વેરાદર 25 ટકાથી ઘટાડી 22 ટકા અને મેટ 18 ટકાથી ઘટાડી 15 ટકા કરવાની, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડસના કેપિટલ ગેઇન ઉપરનો સરચાર્જ દૂર કરવાથી સીએસઆરનાં નાણાંને ઇનક્યુલેશનમાં રોકી શકાશે. અર્થતંત્ર ઉપર આની સકારાત્મક અસર થશે.
અગાઉ એફપીઆઈ ઉપરનો સરચાર્જ દૂર કરાયો તેનાથી મૂડીબજારમાં નાણાં પ્રવાહ વધશે. સરકાર દ્વારા હાલમાં લેવાયેલાં પગલાંથી ખાનગી રોકાણ 
વધશે અને અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
મૂડી ખર્ચમાં ઘટાડો થવાથી અને ભંડોળમાં વધારો થવાથી સ્ટાર્ટઅપ્સની વૃદ્ધિ થશે.
કંપનીઓમાં રોકડ પ્રવાહ વધશે : અનગા દેવધર આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના ઈકોનોમિસ્ટ 
આ મોટી જાહેરાત છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઝીરો-સમ ગેમ છે. કંપનીઓનો રોકડ પ્રવાહ વધશે અને રોકાણમાં પણ વધારો થશે. પ્રાઈવેટ વપરાશ (કંઝમ્પશન) વધારવા આ શ્રેષ્ઠ માર્ગ છે.
આજની જાહેરાતને બજારે આવકાર્યો : દીપક જસાણી, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, એમડીએફસી સિક્યુરીટીઝ 
સરકારની આજની જાહેરાતોને બજારે આવકાર્યો છે. કરની મહેસૂલી આવકમાં જે ખોટ થશે તેને સરભર થતા સમય લાગશે, પરંતુ જે વપરાશ અથવા રોકાણ વધશે તેમાંથી થતી મહેસૂલી આવક નોંધપાત્ર વધશે.
સરકારે વૃદ્ધિનો પુન: શક્તિસંચાર ર્ક્યો : સુનીલ શર્મા, સેન્ટ્રમ વેલ્થ મૅનેજમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ અૉફિસર 
સરકારે આજે વૃદ્ધિમાં પુન: શક્તિસંચાર ર્ક્યો છે. સરકારની આજની જાહેરાતથી બજારનું સેન્ટિમેન્ટ સુધરશે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer