જમ્મુ-કાશ્મીર બાળકોની અટકાયત અંગે રાજ્ય

તંત્રને સુપ્રીમની નોટિસ સપ્તાહમાં રિપોર્ટ આપો 
નવી દિલ્હી, તા.20: જમ્મુ કાશ્મીરનો ખાસ દરજ્જો રદ કરાયા બાદ રાજ્યમાંના બાળકોની અટકાયતને પડકારતી અરજી પરથી સર્વોચ્ચ અદાલતે આજે રાજ્યના વહીવટીતંત્રને નોટિસ જારી કરી આ બાબતે એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. લોકડાઉનના વાંકે લોકો હાઈ કોર્ટમાં ધા નાખી શકતા નથી એવા દાવા કરતા અહેવાલો અંગે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે પેલો દાવો નકારતો અહેવાલ જમ્મુ કાશ્મીરના મુખ્ય ન્યાયમૂર્તિ તરફથી મળી ગયો છે. તેમણે જો કે ઉમેર્યું હતું કે સર્વોચ્ચ અદાલતને કેટલાક વિરોધાભાસી અહેવાલ મળ્યા છે. શટડાઉનના કારણે અમે રાજ્યની હાઈ કોર્ટમાં ધા નાખી શકતા નથી એમ અરજદારના ધારાશાત્રી એવા સીનિયર એડવોકેટ એચ. અહમદીએ કહ્યાની સર્વોચ્ચ અદાલતે કડક નોંધ લઈ રાજ્ય હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનો રિપોર્ટ માગ્યો હતો. સર્વોચ્ચ અદાલતમાં નોંધાવાયેલી અરજીમાં જમ્મુ કાશ્મીરના લોકોની અટકાયત કરવાની કાયદાપાલક સત્તાવાળાઓની જોગવાઈઓને પડકારવામાં આવી છે.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer