સરકારે હાઈ કોર્ટ સમક્ષ ખુલાસો ર્ક્યો કે મેટ્રો-3નું કારશેડ આરેમાં જ વ્યવહારુ છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : કાંજુરમાર્ગ ખાતે જગ્યાની વિચારણા એ મેટ્રો-3 પ્રોજેક્ટ માટે નહીં પણ મેટ્રો-6 માટે કરવામાં આવી હતી, એવું રાજ્ય સરકારે ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટમાં સ્પષ્ટ ર્ક્યું હતું. મેટ્રો-3નું કારશેડ આરેને બદલે કાંજુરમાર્ગ ખાતે બાંધવામાં આવશે તો તે પરિવહન, ખર્ચ અને સમયની દૃષ્ટિએ વ્યવહારુ બનશે નહીં.
એટલું જ નહીં જો મેટ્રો-3નું કારશેડ આરેને બદલે કાંજુરમાર્ગમાં લઈ જવાશે તો બન્ને પ્રોજેક્ટનું નવેસરથી આયોજન કરવું પડશે. જે હાલની સ્થિતિમાં પરવડી શકે નહીં, એવી સ્પષ્ટતા કરતા મેટ્રો-3નું કારશેડ આરેમાં બાંધવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું રાજ્ય સરકાર તરફથી મક્કમતાથી જણાવાયું હતું.
કોલાબાથી સીપ્ઝ સુધીના મેટ્રો-3ના પ્રોજેક્ટનું કારશેડ આરે કોલોનીને બદલે કાંજુરમાર્ગમાં બાંધવાનો પ્રસ્તાવ હતો. પણ જગ્યાની માલિકી હક્કનો મુદ્દો ઊભો કરીને સરકારે આ પ્રસ્તાવ અભેરાઈએ ચડાવ્યો હતો અને કારશેડ આરેમાં બાંધવાનો નિર્ણય લીધો હતો એવી દલીલ કારશેડના વિરોધ કરનારા અરજદારે કરી હતી. આ મુદ્દાની નોંધ લઈને તે અંગે પણ સુનાવણી કરવાની છે એવી સ્પષ્ટતા કરીને આ મુદ્દા અંગેના સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ કોર્ટે સરકારને આપ્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ પ્રદીપ નંદ્રજોગ અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી ત્યારે રાજ્ય સરકારના વરિષ્ઠ ધારાશાત્રી શ્રીહરી અણેએ જણાવ્યું હતું કે કાંજુરમાર્ગ ખાતેની જમીન પ્રારંભથી મેટ્રો-6ના કારશેડ માટે ઉપલબ્ધ કરાઈ હતી અને આજે પણ તે ઉપલબ્ધ છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer