તિરુપતિના લાડુ કેરળના કાજુ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ બનશે

તિરુપતિના લાડુ કેરળના કાજુ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ બનશે
બેંગ્લુરુ, તા. 20 : વિશ્વના સૌથી સંપત્તિવાન મંદિરોમાંના એક તિરુપતિ મંદિરના સ્વાદિષ્ટ લાડુ કેરળના ખોટ ખાઈ રહેલા કાજુના ઉદ્યોગના પુનરુત્થાનમાં ટૂંકમાં મદદરૂપ થશે.
5000 વર્ષ જૂના તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાતે આવતા લાખો ભક્તોને અપાતા લાડુ ખરેખર સ્વાદિષ્ટ હોય છે. જેમાં ચણાનો લોટ, ખાંડ, ઘી, મસાલા અને કાજુનો વપરાશ થાય છે. આ લાડુમાં વપરાતા કાજુ કેરળ માટે આશીર્વાદ સમાન બનશે.
કાજુનો પુરવઠો પૂરો પાડવા કેરળ સરકાર છેલ્લા પાંચ મહિનાથી આંધ્ર પ્રદેશ સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહી છે. આ લાડુ બનાવવા માટે દરરોજ 3000 કિલો કાજુની જરૂર પડે છે.
આ વાટાઘાટો હવે આખરી તબક્કામાં પ્રવેશી છે અને ટૂંક સમયમાં સમજૂતી પર સહી કરવામાં આવશે.
આ સમજૂતી થઈ ગયા બાદ કેરળ દર મહિને 90 ટન અથવા તો વર્ષના 1000 ટન કાજુ આંધ્ર પ્રદેશને સપ્લાય કરશે.

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer