દ. મુંબઈના કેટલાક વિસ્તારમાં 25, 26 સપ્ટેમ્બરે પાણી નહીં

મુંબઈ, તા. 21 : મહાપાલિકા દ્વારા ભંડારવાડા જળકુંભનો અભ્યાસ અને તપાસણી કરવાનું કામ 25મી સપ્ટેમ્બરે સવારે દશ વાગ્યાથી 26 સપ્ટેમ્બર સવારે દસ વાગ્યા સુધી હાથ ધરવામાં આવવાનું હોઈ આ કામ માટે ભંડારવાડા ટેકરી જળકુંભ 24 કલાક માટે બંધ રાખવું પડશે. આ સમયગાળા દરમિયાન કોલાબા, ભાયખલા અને મસ્જિદ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. પાણીકાપ દરમિયાન જળાશયનું સ્તરઐ નક્કી કરીને આવશ્યકતા જણાશે તો વોર્ડવાર પાણીના સમયમાં બદલ કરવામાં આવશે. ભંડારવાડા જળકુંભની તપાસણીના કામ પછી કેટલાક દિવસ ડહોળું પાણી આવવાની શક્યતા હોઈ નાગરિકોને પાણી ઉકાળી અને ગાળીને પીવાની સૂચના છે.
 
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer