સી-લિન્ક : મેન્ગ્રોવ્ઝ કાપવાની કોર્ટની શરતી પરવાનગી

મુંબઈ, તા. 21 : બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ને પ્રસ્તાવિત વર્સોવા - બાંદરા સી-લિન્ક માટે બ્રિજના દસ પિલરના બાંધકામ માટે માત્ર 200 ચોરસ મીટરના મેન્ગ્રોવ્ઝ કાપવાની મંજૂરી આપી હતી.
વચગાળાનો આદેશ આપવાની સાથે એક જ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ માટે બે પરવાનગી કેવી રીતે આપવામાં આવી એ અંગે ખુલાસો કરવાનો આદેશ કેન્દ્રને આપ્યો છે. ચીફ જસ્ટિસ પ્રદીપ નંદ્રજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચે મિનિસ્ટ્રી અૉફ એન્વાયરમેન્ટ ઍન્ડ ફોરેસ્ટે 2013માં 200 ચોરસ મીટરમાં આવેલા મેન્ગ્રોવ્ઝ કાપવાની શરતી પરવાનગી આપી હતી. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન હેઠળ મેન્ગ્રોવ્ઝની જગ્યામાં માત્ર બ્રિજ માટેના પિલર બાંધવાની પરવાનગી અપાઈ હતી. આને કારણે 150 ચોરસ મીટરમાં આવેલા મેન્ગ્રોવ્ઝ નાશ થશે.
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer