ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં પોલીસને શા માટે રસ છે ?

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન થશે કે નહીં તે મુદ્દા પર ફક્ત મીડિયા કે લોકોને જ નહીં બલકે પોલીસને પણ જાણવાનો ઊંડો રસ છે.
મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ બે નામ લોકોમાં ઓળખાય છે. આ બ્રાન્ચના લોકો ભાજપ-શિવસેના વચ્ચેના ડેવલપમૅન્ટની માહિતી વડા અધિકારીઓને મોકલતા હોય છે. આ બે પક્ષો વચ્ચે ગઠબંધન થયું તો કોઈ વાંધો નહીં, પણ જો તે ગઠબંધન તૂટે તો ચૂંટણી દરમિયાન પોલીસને શહેર તથા રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્ર પાસેથી વધુ દળ મગાવવું પડશે.
લોકસભાની ચૂંટણી વેળા બંને પક્ષો વચ્ચે જોડાણ હતું. આથી પોલીસની આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડયો નહોતો.
આ સાથે પોલીસે વોરન્ટવાળા આરોપીઓની યાદી તૈયાર કરી છે. પોલીસે મુંબઈની જુદી-જુદી અદાલતો પાસેથી આરોપીઓની માહિતી કઢાવી છે. આ આરોપીઓ સામે કોર્ટે વોરન્ટ કાઢ્યા છતાં તેઓ કોર્ટમાં હાજર થયા નહોતા. અમે આવા લોકોને છોડીશું નહીં એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આવા લોકો કોઈને કોઈ રાજકીય પક્ષો સાથે જોડાઈ જતા હોય છે અને પક્ષો પણ આવા લોકોને પક્ષમાં પ્રવેશ આપવામાં વિલંબ કરતા નથી. જોકે, પોલીસ ઇચ્છે છે કે જેઓ સામે વોરન્ટ જારી કરાયા છે તેઓ કોઈ રાજકીય મંચ પર દેખાવા નહીં જોઈએ

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer