મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણીની તારીખો આજે જાહેર થશે

નવી દિલ્હી, તા. 21 : ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચની આજે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. મહારાષ્ટ્રમાં 288 સીટ છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.
હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે.
બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત 20 સપ્ટેમ્બરે થઈ હતી. 15 અૉક્ટોબરે મતદાન થયું હતું. પરિણામ 19 અૉક્ટોબરે આવ્યા હતા. આ ચૂંટણી અનુચ્છેદ 370 અને ત્રણ કલાક ખતમ કર્યા પછી મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. 
હરિયાણામાં 2014 વિધાનસભા ચૂંટણી આવે તે પહેલાં જ ભાજપે હરિયાણા જનહિત કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડીને દરેક 90 સીટ પર એકલા ચૂંટણી લડી હતી.
પાર્ટીને 47 સીટો જીતવામાં સફળતા મળી હતી. રાજ્યના ઈતિહાસમાં આ પહેલો મોકો છે, જ્યારે ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી.
 
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer