નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના

નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે અમેરિકાના પ્રવાસે રવાના થયા છે. આ પહેલા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના પ્રવાસથી ભારતને અવસરોની એક જીવંત ભૂમિ અને એક વૈશ્વિક નેતાના રૂપમાં રજૂ કરી શકાશે. તેમણે એવું પણ કહ્યું કે હ્યુસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી મિલનો નવો પથ્થર હશે. અમેરિકાના પ્રવાસે રવાના થતા પહેલા મોદીએ ભારત-અમેરિકાના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશ એક સાથે કામ કરીને વધારે શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, સતત અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં યોગદાન આપી શકે છે. `મને પૂરો વિશ્વાસ છે કે મારા અમેરિકાના પ્રવાસથી ભારતને અવસરોની જીવંત ભૂમિ, એક વિશ્વસનીય ભાગીદારી અને વૈશ્વિક નેતાના રૂપમાં રજૂ કરશે.
 
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer