પાકિસ્તાની ખજૂરને કારણે ડૂબ્યા નવ કરોડ રૂપિયા

પાકિસ્તાની ખજૂરને કારણે ડૂબ્યા નવ કરોડ રૂપિયા
મુંબઈ, તા. 21 : પાકિસ્તાનની ખજૂરગીરી અટકાવવા માટે ડાયરેક્ટોરેટ અૉફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.)એ દેશના તમામ બંદરો અને ઍરપોર્ટ પર મોડ્સ અૉપરેન્ડી સર્ક્યુલર જારી કરી સાવચેત રહેવા જણાવ્યું છે. પુલવામા થયેલા હુમલા બાદ પાકિસ્તાનની ચીજવસ્તુઓની આયાત પરની જકાત 200 ટકા કરવામાં આવી હતી. એટલે હવે પાકિસ્તાની ચીજો ઓમાન માર્ગે ભારત લાવી આયાત પરની જકાતની ચોરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડીઆરઆઈએ અટક કરેલી એક ટોળીની તપાસમાં આ રીતે 40 વખત ભારતમાં ખજૂર લાવી નવ કરોડ રૂપિયાની જકાતચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલો થયા બાદ 16 ફેબ્રુઆરીના પાકિસ્તાનથી આયાત થતી ચીજો પરની જકાત 200 ટકા કરવામાં આવી હતી. આને કારણે પાકિસ્તાનથી આયાત કરનાર વેપારીઓને નુકસાન થઈ રહ્યું હતું. એટલે ઓમાનમાં રહેતા પાકિસ્તાની નાગરિકના માધ્યમથી આ ચીજો પહેલા ઓમાન મોકલ્યા બાદ એને ભારત રવાના કરાતી હોવાનું એક સિનિયર અૉફિસરે જણાવ્યું હતું.
ઓમાનથી 60 કન્ટેઈનર ખજૂર મુંબઈ લવાયું હતું. આ અંગે ડીઆરઆઈને ખાસ જાણકારી મળી હોવાથી બધા વેપારીઓને બોલાવવામાં આવતા તેમણે આ વાત કબૂલી હતી.
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer