રેશનિંગની દુકાનોને મળતા કમિશનમાં સો રૂપિયાનો વધારો

રેશનિંગની દુકાનોને મળતા કમિશનમાં સો રૂપિયાનો વધારો
નાશિક, તા. 21 : રાજ્યના 51 હજારથી વધુ રેશનના દુકાનદારો માટે શુભ સમાચાર છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા કોઈ પણ ઘડીએ જાહેર થઈ શકે છે. એ અગાઉ રાજ્યના રેશનની દુકાનદારોના કમિશનમાં ક્વિન્ટલે 100 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન સંભાજી પાટીલ નિલંગેકરે પુરવઠા વિભાગનો પ્રસ્તાવ સરકારને સોંપ્યો છે. રેશનિંગની દુકાનોના કમિશનમાં વધારો કરાવવા છેલ્લાં એક વરસથી દુકાનદારો લડત ચલાવી રહ્યા હતા.
સ્ટેશનરી ખર્ચ, વીજ બિલ ખર્ચ, કમિશનમાં વધારો જેવી વિવિધ માગણીઓ માટે રેશનિંગની દુકાનના માલિકો એક વરસથી આંદોલન ચલાવી રહ્યા હતા.
તેમની માગણીઓને પ્રતિસાદ મળતો ન હોવાથી વેચાણ બંધ કરવાનો નિર્ણય દુકાનદારોએ લીધો હતો. આથી સરકારે નમતું જોખી કમિશન વધારવાની માગણી સ્વીકારવામાં આવી હતી. પ્રધાનમંડળની બેઠકમાં ક્વિન્ટલ દીઠ કમિશન 150 રૂપિયાથી વધારી 250 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
 
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer