હવે ઈન્કમ ટૅક્સમાં રાહતો મળશે?

હવે ઈન્કમ ટૅક્સમાં રાહતો મળશે?
નવી દિલ્હી, તા. 21 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કર્યા બાદ વ્યક્તિગત આવકવેરામાં પણ કાપ મૂકવાની માગણીએ જોર પકડયું છે. સરકારને સોંપાયેલા સીધા કરવેરા અંગેના ટાસ્ક ફોર્સના અહેવાલને પગલે સરકાર વ્યક્તિગત આવકવેરા અંગે પણ ભવિષ્યમાં નિર્ણય લે એવી સંભાવના છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ગયા મહિને અહેવાલ સોંપવામાં આવ્યો છે અને એવું જણાઈ રહ્યું છે કે મંદીના સમયમાં સરકાર ભલામણો સ્વીકારવા અગાઉ ચર્ચા-વિચારણા કરવા માગે છે. જોકે, અમુક નિષ્ણાતોએ સૂચવ્યું છે કે થોડા સમય માટે સુપરરિચ સરચાર્જ મુલતવી રાખવામાં આવે જેથી ઉદ્યોગ જગતને પ્રોત્સાહન મળી શકે.
સૂત્રના જણાવ્યા મુજબ આર્થિક મંદીના સમયગાળા દરમિયાન સરકારની માલિકીની કંપનીઓ, કોપી સેક્ટર પીએસયુમાં એસેટ મોનેટાઈઝેશન જેવા ધરખમ માળખાકીય ફેરફાર કરવાની તક પૂરી પાડે છે.
તેમણે ધ્યાન દોર્યું હતું કે આગામી એકાદ અઠવાડિયામાં અમુક માળખાકીય ફેરફાર થઈ શકે છે. સરકાર કૉર્પોરેટ ટૅક્સમાં કરેલા ઘટાડાની અસર કેવી પડે છે એના પર નજર રાખી રહી છે.
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer