નવેમ્બર સુધી ભારતીય જર્સીમાં નહીં દેખાય ધોની

પૂર્વ કૅપ્ટન ધોનીએ રજા લંબાવવાનો નિર્ણય કર્યો 
નવી દિલ્હી, તા. 22 : સન્યાસના અહેવાલો વચ્ચે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાંથી લીધેલા વેકેશનને નવેમ્બર મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટને ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા બીસીસીઆઈ પાસે બે મહિનાના બ્રેકની માગણી કરી હતી. 
એક અખબારના અહેવાલ મુજબ ધોનીને ક્રિકેટમાંથી લીધેલો બ્રેક નવેમ્બર મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ધોની અંતિમ વખત ઈંગ્લેન્ડમાં આયોજીત વિશ્વકપ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો. સીનિયર વિકેટ કિપર બેટ્સમેન ધોનીએ ન્યૂઝિલેન્ડ સામે અર્ધસદી કરી હતી. ધોનીની ગેરહાજરીમાં 21 વર્ષનો ઋષભ પંત તમામ ફોર્મેટમાં ભારત માટે વિકેટકિપરની ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ આગામી ટી20 વિશ્વકપને ધ્યાને લઈને યુવા વિકેટ કિપર પંતને તક આપી રહ્યુ છે. આ સાથે સંજુ સેમસન અને ઈશાન કિશનને પણ બેકઅપ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના એલાન પહેલા ધોનીના સન્યાસના અહેવાલો સામે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer