પાંચમા ક્રમાંકે બાટિંગ કરે પંત ગાવસ્કર

પાંચમા ક્રમાંકે બાટિંગ કરે પંત ગાવસ્કર
નવી દિલ્હી, તા. 22 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના માનવા પ્રમાણે ઋષભ પંતને સીમિત ઓવરના પ્રારુપમાં નંબર પાંચ ઉપર બેટિંગમાં ઉતારવો જોઈએ.  ગાવસ્કરના માનવા પ્રમાણે પાંચમા ક્રમાંકે પંતને પોતાની નૈસર્ગિક આક્રમક રમત બતાવવાની તક મળશે. છેલ્લા એક અઠવાડીયાથી પંતને લઈને જોરદાર દલીલો થઈ રહી છે. નવા બેટીંગ કોચે તો એમ પણ કહ્યું હતું કે, કેરલેસ અને ફિયરલેસ ક્રિકેટમાં ઘણું અંતર હોય છે.
રાઠોડની ટિપ્પણીના આગામી દિવસે પંતની બેટિંગ ફરી ચર્ચામા આવી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીના બીજા ટી20 મેચમાં પંત ફરી એક વખત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. મોહાલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં પંતને નંબર ચાર ઉપર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. ભારતીય ટીમ પ્રબંધને વિશ્વકપમાં પણ પંતને નંબર ચાર ઉપર બેટિંગની તક આપી હતી. ન્યૂઝિલેન્ડ સામેના સેમીફાઈનલ મુકાબલામાં ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ પંત હાર્દિક પંડયા સાથે ભાગીદારીની તૈયારી કરી રહ્યો હતો પણ ઓનસાઈડમાં મોટો શોટ રમવાની લ્હાયમાં વિકેટ ગુમાવી હતી. 

Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer