90 લાખની જીપકાર સાથે રાંચીના રસ્તા પર ધોની

90 લાખની જીપકાર સાથે રાંચીના રસ્તા પર ધોની
રાંચી, તા. 22 : અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ગ્રેન્ડ ચિરોખી ટ્રેકહોક કંપનીની 90 લાખ રૂપિયાની કિંમતની એક જીપ ખરીદી છે. ધોની લાલ રંગની આ એસયુવી જીપકાર સાથે ઝારખંડની રાજધાની રાંચીના રસ્તા પર નીકળ્યો ત્યારે તેને જોવા લોકોનાં ટોળાં ઊમટવા માંડયાં હતાં. માહી પાસે ફેરારી 599 જીટીઓ, હમર એચ-ટુ, જીએમસી સિએરા જેવી કારો પણ છે. ગત મહિને તેની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પરથી કહ્યું હતું કે, માહી તારું રમકડું ઘેર આવી ગયું છે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer