મોદી જમ્યા મોદી થાળી !

હ્યુસ્ટન, તા.22: ઝાકઝમાળભર્યા હાઉડી મોદી કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળની કિરણ વર્માએ તૈયાર કરેલી ખાસ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. કિરણ મૂળ ઓરિસ્સાની છે. આશરે 25 વર્ષ પહેલાં તેણે કાકિંગ સ્ટાર્ટ કર્યું હતું. તેની આ આવડતને જાળવી રાખતા 2.5 વર્ષથી અમેરિકાનાં હ્યુસ્ટનમાં ઇન્ડિયન રેસ્ટોરાં ચલાવે છે. તેણે વડાપ્રધાન મોદી માટે ખાસ મોદી થાળી  તૈયાર કરવા માટે જાતે રિસર્ચ કર્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસે તેમની માતા સાથેના ભોજનમાં હીરાબાએ કઈ કઈ વાનગીઓ પીરસી હતી તેનું અવલોકન કર્યું હતુ. વડાપ્રધાનને બન્ને મીઠાઈ અને થાળી પીરસ્યા બાદ કિરણ પોતાના રેસ્ટોરાંમાં આ બન્ને થાળીને પોતાના મેન્યુમાં એડ કરશે. 
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer