સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ અરબી સાગરમાં હવાના હલકા દબાણનો પટ્ટો  ગુજરાતમાં વેરાવળના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ કાંઠાથી લગભગ 170 કિલોમીટર દૂર છે ત્યારે ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વાવાઝોડાની  આગાહી કરી છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે, લો પ્રેશર બાદ તે 24 કલાકમાં વાવાઝોડામાં તબદિલ થવાની સંભાવના છે. આગામી 72 કલાક પશ્ચિમ-ઉત્તર પશ્ચિમથી ઓમાન તટ તરફ આગળ વધી શકે છે. 

Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer