સાયનનો બ્રિજ 40 દિવસ બંધ

મુંબઈ, તા. 22 : દિવાળી પહેલાં સાયન ફ્લાયઓવરના શોક એબ્સોર્બર બેરિંગ્સ બદલવાનું કામ ચાલુ થવાનું હોવાથી તે 40 દિવસ સુધી બંધ રહેશે. સોમવાર સુધીમાં જેક્સનો પ્રથમ જથ્થો મુંબઈ આવી પહોંચશે, દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) આ કામ શરૂ કરવા પોલીસની પરવાનગીની રાહ જુએ છે.
આમ તો આ કામ એપ્રિલમાં શરૂ થવાનું હતું, પરંતુ એ સમયે કોન્ટ્રેક્ટર પાસે શોક એબ્સોર્બર ઉપલબ્ધ નહીં હોવાથી આ કાર્ય વિલંબમાં પડી ગયું હતું. એમએસઆરડીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યમાં કુલ 140 જેટલા બેરિંગ્સ બદલવામાં આવશે.
સોમવાર સુધીમાં 50 જેક્સનો જથ્થો આવી પહોંચશે અને 15 અૉક્ટોબર પહેલાં 50 જેટલા શોક એબ્સોર્બર પણ આવી જશે એટલે એમએસઆરડીસી કામ શરૂ કરવા શાસન પોલીસની પરવાનગી માગી રહી છે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer