આચારસંહિતાને કારણે બેસ્ટના સ્ટાફને દિવાળી બૉનસ સમયસર નહીં મળે

મુંબઈ, તા. 22 : બેસ્ટના 35,000 કર્મચારીઓને આ વર્ષનું દિવાળી બોનસ સમય પર નહીં મળે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં આચારસંહિતા લાગુ પડતાં બેસ્ટ સમિતિ આ તહેવાર પહેલાં બોનસના પ્રસ્તાવને મંજૂર કરી શકશે નહીં.
`દર વર્ષે બેસ્ટના કર્મચારીઓને દિવાળી બોનસ આ તહેવાર પહેલાં મળી જાય છે, પરંતુ આ વર્ષે વહીવટી તંત્ર સમયસર બોનસ પ્રસ્તાવને બેસ્ટ કમિટી પાસેથી મંજૂર કરાવી શક્યું નથી. વહીવટી તંત્રે પ્રત્યેક કર્મચારીને રૂપિયા 9100નું બોનસ આપવાનું નક્કી કર્યું છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
કમિટીના સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્રે જાણી જોઇને બોનસના પ્રસ્તાવમાં વિલંબ કર્યો હતો. કમિટીના વરિષ્ઠ સભ્ય સુનીલ ગણચાર્યાએ જણાવ્યું હતું કે, સમિતિ જ બોનસના પ્રસ્તાવને મંજૂર કરે એવી ઇચ્છા જો વહીવટી તંત્ર ધરાવતું હોય તો તેણે ચૂંટણી પંચની પરવાનગી લેવી જોઇએ. તો અમે આ પ્રસ્તાવને મંજૂર કરીએ.'
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer