સિંધી, બલોચ અને પખ્તુને પાકિસ્તાનથી આઝાદી માગી

ભારતે બાંગ્લાદેશને મુક્તિ અપાવી તેમ અમને પણ અપાવે : હ્યુસ્ટનમાં પ્રતિનિધિમંડળના દેખાવો
હ્યુસ્ટન, તા.22 : કાશ્મીર મુદ્દે દુષ્પ્રચાર ઉપર ઉતરી આવેલા પાકિસ્તાની પોલ અમેરિકામાં પાધરી થઈ છે. સિંધી, બલોચ અને પખ્તુનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હ્યુસ્ટન પહોંચ્યા છે અને આઝાદીની માગણી કરી રહ્યા છે. 
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની સેના અને આઈએસઆઈની બર્બરતાના કારણે આઝાદીની માગણી કરી રહ્યા છીએ. આખા અમેરિકામાંથી બલોચ અમેરિકન, સિંધી અમેરિકન અને પખ્તુન અમેરિકન સમુદાયના સેંકડો લોકો અહીં પહોંચ્યા છે. તેઓ તમામ એનઆરપી સ્ટેડિયમની સામે રવિવારે પોસ્ટર બેનર લઈને ઉભા રહેશે. તેઓ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરશે. 
અમેરિકામાં બલોચ નેશનલ મૂવમેન્ટના પ્રતિનિધિ નબી બક્શ બલોચે કહ્યું, તેઓ પાકિસ્તાનમાંથી આઝાદીની માંગ કરી રહ્યા છે. ભારત અને અમેરિકા તેમની મદદ કરવી જોઈએ, જે રીતે 1971માં ભારતે બાંગ્લાદેશના લોકોની મદદ કરી એ પ્રકારે ફરીથી વહારે આવવું જોઈએ. 
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer