અમેરિકામાં ઈમરાન ખાન અપમાનિત પ્રધાન ઉશ્કેરાયા

મોદી જેવું સ્વાગત ન થતાં રેલવેપ્રધાને કહ્યું, અમેરિકા હવે ભરોસાપાત્ર નથી
નવી દિલ્હી, તા. 22 : અમોરિકા પહોંચતા જ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને અપમાનિત કરવામાં આવ્યા હતા. હકિકતમાં જ્યારે ઈમરાન ખાન સાઉદીનાં રાજકુમાર પાસેથી માગેલા વિમાનમાં ન્યૂ યોર્ક પહોંચ્યા ત્યારે તેનું સ્વાગત કરવા માટે અમેરિકાના કોઈપણ મોટા અધિકારી હાજર રહ્યા નહોતા. તેમાં રેડ કાર્પેટ પણ માત્ર એક ફૂટ પાથરવામાં આવ્યું હતું. જ્યારે મોદીનું હ્યુસ્ટનમાં જોરદાર સ્વાગત થયું હતું અને કેટલાય અમેરિકી અધિકારીઓ સ્વાગત કરવા પહોંચ્યા હતા. જેને જોઈને પાકિસ્તાનના રેલ મંત્રી ઉશ્કેરાયા હતા અને અમેરિકા હવે ભરોસાપાત્ર ન હોવાનું નિવેદન આપ્યું હતું. 
પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદે કહ્યું હતું કે, કાશ્મીર મામલામાં અમેરિકા ઉપર ભરોસો ન કરી શકાય. રશીદે આ મામલે ચીનને એકમાત્ર મિત્ર દેશ ગણાવ્યો હતો.  રશીદે કાશ્મીર મુદ્દે ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે, કાશ્મીરની લડાઈ લડવામાં આવશે જે મરવા અને મારવા સુધી લડાશે. બીજી તરફ હવે પાકિસ્તાનમાં પણ ઈમરાન ખાનની મજાક થઈ રહી છે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer