ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સમજૂતી

ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સમજૂતી
સીઇઓ સાથે મોદીની બેઠક
હ્યુસ્ટન, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની એનર્જી સિટી ગણાતા હ્યુસ્ટનમાં આજે ઓઇલ ક્ષેત્રની અનેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. એનર્જી સેક્ટરમાં ટોપ સીઈઓ સાથે બેઠકમાં જુદાં જુદાં પાસાં પર ચર્ચા કરવામાં આવી હતી. ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહકારને વિસ્તરણ આપવાના ઉદ્દેશ્યથી આ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકાની કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી થઇ હતી. 
મોદી એક સપ્તાહના અમેરિકાના ઐતિહાસિક પ્રવાસ ઉપર છે, જેમાં તેઓ જુદા જુદા મહત્ત્વના કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.
ટેલ્યુરિયન અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે હેઠળ પીએલએલ અમેરિકાથી વાર્ષિક 50 લાખ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત કરશે.
આ સમજૂતીથી ભારતને ઓછી કિંમત પર સ્વચ્છ ઇંધણનો પુરવઠો મળશે. આ સમજૂતીને માર્ચ 2020 સુધી અમલ કરાશે. 
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer