મુંબઈ પોલીસની વિશેષ ટુકડીએ 67 લાખ રોકડા જપ્ત કર્યા

મુંબઈ પોલીસની વિશેષ ટુકડીએ 67 લાખ રોકડા જપ્ત કર્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં 21 અૉક્ટોબરે ચૂંટણી યોજાશે એની શનિવારે જાહેર થતાંની સાથે આચારસંહિતા અમલમાં આવી હતી અને આચારસંહિતા લાગુ થઈ એના કલાકોની અંદર મુંબઈ પોલીસે દક્ષિણ મુંબઈમાં ફોફલવાડી ખાતેની એક નાની દુકાનમાંથી 67 લાખ રોકડા જપ્ત કર્યા હતા.
મુંબઈ પોલીસની સ્પેશિયલ સ્કવોડે આ કાર્યવાહી કરી હતી. આ રોકડ વધુ તપાસ માટે ઇન્કમ ટૅક્સને સુપરત કરાઈ છે.

Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer