ભારતમાં હવે સહિષ્ણુતાને સ્થાન બચ્યું નથી થરૂર

ભારતમાં હવે સહિષ્ણુતાને સ્થાન બચ્યું નથી થરૂર
પુણે, તા. 22 : કોંગ્રેસ નેતા શશિ થરૂરે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અંગે પાકિસ્તાને આડેહાથે લીધું હતું. આ સાથે જ તેમણે મોબ લિન્ચિંગની ઘટનાઓ માટે કેન્દ્ર સરકારને પણ નિશાને લીધી હતી. તેમણે કહ્યું હતું કે, 
આખરે એક જ ચૂંટણીનાં પરિણામોથી લોકોને કોઈની હત્યા કરવા જેટલી તાકાત કેવી રીતે મળી ગઈ?
 પુણેમાં આતંરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવમાં બોલતા થરૂરે કહ્યું હતું કે, લોકોને મારતી વખતે જયશ્રી રામ બોલવા 
ફરજ પાડવામાં આવે છે. ભારત હવે એક એવો દેશ બની ગયો છે જેમાં સહિષ્ણુતાને કોઈ સ્થાન નથી.
જ્યારે પાક. વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં એટલી તાકાત નથી કે તે ભારતની ટીકા કરી શકે, ખાસ કરીને તેના પીઓકે પરના રેકોર્ડ જોતા આવું કહેવું ખોટું નથી. ઘણા મુદ્દાઓ પર દેશમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રહિતમાં અમારી વિદેશનીતિ એક છે.    
કોંગ્રેસ સાંસદે કહ્યું કે મારે ઘણી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડયું છે. પહેલા સોશિયલ મીડિયા પર વાસ્તવિક લોકો સાથે વાતચીત કરતા હતા, પણ હવે ત્યાં 95 ટકા લોકો ગાળાગાળી કરનારા છે. 
તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ગાળો આપતા માફિયા છે જે મને હત્યારો કહેડાવવા અથવા કાસાનોવાનો પુનર્જન્મ જાહેર કરવા માટે કંઈ પણ કરી શકે છે.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer