ઘાટકોપરમાં ખાનગી ટયૂશન કલાસીસના માલિકની હત્યા

ઘાટકોપરમાં ખાનગી ટયૂશન કલાસીસના માલિકની હત્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : ઘાટકોપર પરિસરમાં મયંક ટયૂટોરિયલના માલિક મયંક મંડોપની રવિવારે સાંજે હત્યા કરવામાં આવી હતી. કલાસીસના ભૂતપૂર્વ કર્મચારી ગણેશ પવારે કલાસીસમાં જ મયંક મંડોપ પર ચોપરથી હુમલો કર્યો હતો. તરત જ પંતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના સાંજે 6.30થી 6.45 વચ્ચે બની હતી.
પોલીસે આરોપી ગણેશ પવારને પકડી લીધો છે. મયંક મંડોપ (35)ના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડીમાં મોકલવામાં આવ્યો હતો.
ગણેશ પવારને નોકરીમાથી કાઢી મુકવામાં આવતાં તેણે ગુસ્સામાં આવીને આ હુમલો કર્યો હતો. મયંક ટયૂટોરિયલ કલાસીસ રાયગઢ ચોકમાં શિવશક્તિ હાઈટસ બિલ્ડિંગમાં આવેલા છે.
આરોપી બે મહિના પહેલાં જ કલાસીસમાં નોકરીએ લાગ્યો હતો અને એને કાઢી મુકવામાં આવ્યો હતો. મયંક મંડોપ તેમના કલાસીસમાં બેઠા હતા ત્યારે આરોપી અંદર ધસી ગયો હતો અને ચોપરથી વાર કર્યા હતા. 
હુમલો એટલો ભયાનક હતો કે મયંક મંડોપનો સ્પોટ પર જ મૃત્યુ થયું હતું. પોલીસે ચોપર પણ ઘટનાસ્થળેથી જપ્ત કર્યું છે. 
તાજેતરમાં આવી જ એક અન્ય ઘટનામાં ગોવંડી ખાતે બાર વર્ષના એક છોકરાએ તેની ટીચર પર છરો હુલાવી હત્યા કરી હતી.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer