સંઘનું સર્વેક્ષણ લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓ કરતાં

સંઘનું સર્વેક્ષણ લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓ કરતાં
વિવાહિત મહિલા વધુ સુખી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : લિવ ઇન રિલેશનશિપની તુલનામાં વિવાહિત મહિલા વધુ સુખી હોય છે, એવું તારણ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ એક સંગઠને આ સર્વેક્ષણ કર્યું છે. સરસંઘચાલક મોહન ભાગવત મંગળવારે આ અહેવાલ પ્રસિદ્ધ કરશે.
સંઘનાં સૂત્રોએ કહ્યું હતું કે પુણેની સંસ્થા `દૃષ્ટિ ત્રી અધ્યયન પ્રબોધન કેન્દ્ર'એ આ સર્વેક્ષણ કર્યું છે. આ સર્વેક્ષણ બાદ રાજસ્થાનના પુષ્કરમાં સંઘની અખિલ ભારતીય સમન્વયની બેઠક થઈ હતી.
આ બેઠકમાં સર્વેક્ષણ પર ચર્ચા થઈ હતી અને ત્યારે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની તુલનામાં વિવાહિત મહિલાઓ વધુ સુખી હોય છે એવા સર્વેક્ષણના તારણની માહિતી પણ બેઠકને આપવામાં આવી હતી.

Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer