કલમ 370 કૅન્સર જેવી હતી રાજનાથ

કલમ 370 કૅન્સર જેવી હતી રાજનાથ
જોઈએ હવે પાકિસ્તાન કેટલા આતંકવાદી મોકલે છે: પટણામાં જન જાગરણ સભાને સંબોધન
પટણા, તા.22: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ આજે કહ્યું હતું કે, કલમ 370 કેન્સર સમાન હતી અને તેના હિસાબે કાશ્મીરનું લોહી વહેતું આવ્યું છે. પટણામાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આ અનુચ્છેદને નિષ્પ્રભાવી બનાવવાનું સપનું વડાપ્રધાન મોદીએ સાકાર કરી બતાવ્યું છે. કાશ્મીરનાં ત્રણ ચતુર્થાંશથી વધુ લોકો આ પગલાંના સમર્થનમાં હતા.
પટણામાં ભાજપની જન જાગરણ સભામાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી કલમ 370ની વાત છે ત્યાં સુધી અમે સપનું જોયું અને ઉઘાડી આંખે જોયું હતું. આ સપનું સાચું થયું છે. આ મુદ્દે ભાજપે પોતાનું વલણ ક્યારેય નરમ પાડયું નથી અને તેને નાબૂદ કરીને પક્ષે પોતાની ઈમાનદારી અને વિશ્વસનીયતા પૂરવાર કરી આપી છે. આ કલમનાં કારણે જ સૌથી વધુ આતંકવાદી પેદા થયા હતા. હવે જોઈએ કે પાકિસ્તાન કેટલા આતંકવાદી મોકલી શકે છે. પાક. હવે 196પ અને 1971ની ભૂલો દોહરાવે નહીં તેવી આશા રાખીએ. પાક. સાથે હવે વાત થશે તો તે માત્ર પીઓકે ઉપર જ હશે. તેવો પુનરોચ્ચાર પણ રાજનાથે ભારપૂર્વક કર્યો હતો.
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer