સંત સમાજમાંથી ચિન્મયાનંદની થશે હકાલપટ્ટી

સંત સમાજમાંથી ચિન્મયાનંદની થશે હકાલપટ્ટી
અખાડા પરિષદ 10મી અૉક્ટોબરે બેઠકમાં લેશે નિર્ણય
પ્રયાગરાજ, તા.22:  ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં લો કોલેજના યૌન શોષણના આરોપી પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી ચિન્મયાનંદને અખિલ ભારતીય અખાડા પરિષદે સંત સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. આ વિશે10 ઓક્ટોબર હરિદ્વારમા યોજાનારી અખાડા પરિષદની બેઠકમાં આના ઉપર સત્તાવાર મંજૂરીની મહોર લાગશે. શુક્રવારે ધરપકડ બાદ કોર્ટે ચિન્મયાનંદ 4 ઓક્ટોબર સુધી જેલ હવાલે છે.
10 ઓક્ટોબરે યોજાનારી અખાડા પરિષદની બેઠકમાં 13 અખાડાનાં સાધુ-સંતો હાજરી આપવાનાં છે. ચિન્મયાનંદ મહાનિર્વાણી અખાડાનાં મહામંડલેશ્વર પણ છે. તે સંત પરંપરાનાં છે પણ તેમનાં હિસાબે સંતસમાજની થયેલી બદનામીથી અખાડા પરિષદ આકરા પાણીએ આવી ગઈ છે. 
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું કે, એક બાજુ યોગી આદિત્યનાથે સંત સમાજનું માથું ગર્વથી ઊંચું રાખ્યું છે તો બીજી બાજું ચિન્મયાનંદે પોતાના કૃત્યથી સંત સમાજને અપમાનિત કર્યો. આ કૃત્ય નિંદનીય છે. તેના આ પ્રકારના કૃત્યથી સંત સમાજની પ્રતિષ્ઠા અને મર્યાદાને ઠેસ પહોંચી છે. 
રામરહીમ પ્રકરણ બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે આવા સંતો પર કેસ કરવાની તૈયારી કરી લીધી હતી. પરિષદના કહ્યાં પ્રમાણે, સંત-મહાત્મા, બાબાના નામ પર સામાન્યલોકોની આસ્થા સાથે રમત અને સંતોની મર્યાદા ઓળંગતા બાબાઓના મહોરા ઉતારવા પડશે. પરિષદની બેઠક બાદ ઢોંગી બાબાઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer