મોદીએ પ્રોટોકોલ તોડીને બતાવી સાદગી

મોદીએ પ્રોટોકોલ તોડીને બતાવી સાદગી
હ્યુસ્ટન ઍરપોર્ટે નીચે પડી ગયેલો ગુલદસ્તો જાતે ઉપાડીને સહયોગીને આપ્યો
હ્યુસ્ટન, તા. 22 : હાઉડી મોદી કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરના એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે તેમણે કરેલી એક ચેષ્ટાથી સૌ અચરજ પામી ગયા હતા. મોદીએ પ્રોટોકોલ તોડીને જે સાદગી અને સહજતા દેખાડી તેનાથી સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. 
વિમાન મથકે સ્વાગતમાં વડાપ્રધાન મોદીને એક અમેરિકી મહિલા અધિકારી તરફથી ગુલદસ્તો આપવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન તેમાંથી એક ટુકડો નીચે પડી ગયો હતો. સામાન્ય રીતે વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ આવું બન્યા પછી આગળ નીકળી જતી હોય છે પણ મોદીએ પ્રોટોકોલની પરવા કર્યા વિના ગુલદસ્તામાંથી નીચે પડી ગયેલો ટુકડાને જાતે ઉપાડીને પોતાના સહયોગીને આપીને અન્ય અધિકારી સાથે હાથ મિલાવ્યા હતા. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતમાં ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર, અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન પણ હાજર હતા.

Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer