હાઉડી મોદીમાં ગુજરાતનો સ્પર્શ ! મૂળ સુરતના દિવ્યાંગે ગાયું રાષ્ટ્રગીત

હાઉડી મોદીમાં ગુજરાતનો સ્પર્શ ! મૂળ સુરતના દિવ્યાંગે ગાયું રાષ્ટ્રગીત
હ્યુસ્ટન, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હાઉડી મોદી કાર્યક્રમમાં ગુજરાતનાં મૂળ સૂરતનો દિવ્યાંગ સ્પર્શ શાહ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઈમ્પરફેક્ટા નામની બીમારીથી પીડિત સ્પર્શે હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં મોદીનાં કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીતનું ગાયન કર્યુ હતું.
આ સ્પર્શ શાહે કહ્યું હતું કે, હાઉડી મોદી કાર્યક્રમમાં મારા માટે આ ખૂબ મોટી વાત છે કે, હું આટલાં લોકોની સામે ગાઇ રહ્યો છું. હું રાષ્ટ્રગાન જન ગણ મન ગાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 
મૂળ સુરતના અને અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયેલા હિરેન પ્રફૂલચંદ શાહના દીકરા સ્પર્શને જન્મના છ મહિના બાદ જ સ્પર્શને 35-40 ફ્રેકચર્સ થયા હતાં. સ્પર્શને ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા નામની બીમારી છે. આ બીમારીમાં હાડકાં એકદમ નાજુક હોય છે. જેને કારણે વ્યક્તિ ચાલી કે દોડી શકતો નથી. તે સામાન્ય બાળકની જેમ હરી ફરી પણ શકે નહીં. આટલું જ નહીં સ્પર્શ જો કોઈની સાથે હાથ પણ મિલાવે તો તેને ફ્રેક્ચર થઈ જાય છે. 12 વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શને 125થી વધુ ફેક્ચર્સ થયા હતાં. તેના શરીરમાં 22થી વધુ ક્રૂ તથા આઠ સળિયા ફિટ કરવામાં આવ્યા છે.  આટલી નાની ઉંમરમાં આવી બીમારી હોવા છતાંય સ્પર્શ ક્યારેય હિંમત હાર્યો નથી. બીમારી ક્યારેય તેના જુસ્સાને ઓછો કરી શકી નહીં. માત્ર ત્રણ વર્ષની ઉંમરથઈ સ્પર્શે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની અને ગાયનની શરૂઆત કરી હતી. છ વર્ષની ઉંમરમાં સ્પર્શે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મ્યૂઝિકમાં ઈન્ડિયન ક્લાસિક શીખ્યું હતું. સ્પર્શને અમેરિકન વોકલ મ્યૂઝીક પણ આવડે છે. 15 વર્ષની ઉંમરમાં આઠ વર્ષના ક્લાસિકલ સંગીતના અભ્યાસ બાદ સ્પર્શ ગાયક, ગીતકાર, રેપર તથા મોટિવેશનલ સ્પીકર તરીકે લોકપ્રિય છે. 
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer