કાશ્મીરી પંડિતોને નવા કાશ્મીર નિર્માણનું મોદીનું આશ્વાસન

કાશ્મીરી પંડિતોને નવા કાશ્મીર નિર્માણનું મોદીનું આશ્વાસન
પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું : શ્લોકપઠન કરાયું
હ્યુસ્ટન,તા.22: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી અને તેમને નવા કાશ્મીરનાં નિર્માણનું આશ્વાસન પણ આપ્યું હતું.
આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે પીએમ મોદીએ પણ સંસ્કૃતનો એક શ્લોક નમસ્તે શારદે દેવી પઢ્યો. આ દરમિયાન કાશ્મીરી પંડિતો ખૂબ ભાવુક થયેલા પણ જોવા મળ્યાં. તેમણે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલા પગલાને બિરદાવતા પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો.  
કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત દરમિયાન ડેલિગેશનના એક સભ્યે પીએમ મોદીનો હાથ ચૂમી લેતા કહ્યું કે 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેમણે પણ જે કષ્ટ વેંઠયુ તે તે ઓછું નથી.   કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરતા સુરેન્દ્ર કોલે કહ્યું કે કાશ્મીર પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય માટે અમે દુનિયાભરમાં 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી પીએમ મોદીનો આભાર માન્યો. અમે આશ્વાસન આપ્યું કે કાશ્મીર માટે તમારા સપનાને પૂરું કરવા માટે અમારો સમુદાય સરકાર સાથે કામ કરશે.  
Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer