કાંદાના ભાવ ઊછળતાં સરકાર દ્વારા સ્ટોક મર્યાદા લાદવાની વિચારણા

નવી દિલ્હી, તા. 23 : કાંદાના રીટેલ ભાવ નોંધનીય ઊછળતા હવે તેના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા લાગુ કરવાનું સક્રિય વિચારણા સરકાર કરી રહી છે. દિલ્હીમાં તથા દેશના અન્ય વિસ્તારોમાં કાંદાનો છૂટક ભાવ કિલોદીઠ રૂા. 70-80 બોલાયો છે. તેના ઘણાંખરાં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદની રમઝટ લઈને તેના પુરવઠાને અસર  થઈ છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ દિલ્હીમાં કાંદાના છૂટક ભાવ વધીને કિલોદીઠ રૂા. 57, મુંબઈમાં રૂા. 56, કોલકાતામાં રૂા. 48 અને ચેન્નાઈમાં રૂા. 60 બોલાયા હતા તો ગુરુગાંવ અને જમ્મુ-કાશ્મીરમાં કિલોદીઠ રૂા. 60 બોલાતા હતા.  ગયા સપ્તાહના અંતે કાંદાનો છૂટક ભાવ કિલોદીઠ રૂા. 70-80 બોલાયા હતા, જે આગલા સપ્તાહે રૂા. 50-60 રહ્યા હતા.

Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer