નવા સપ્તાહની શરૂઆત તેજીના ટોને

મુંબઈ, તા. 23 : શૅરબજારે શુક્રવારના ધમાકેદાર ઉછાળો દાખવ્યા પછી આજે ઊઘડતા નવા સપ્તાહ સત્રમાં પણ તેજીનો રંગ જાળવી રાખ્યાનું બજારની ચાલ પરથી કળાય છે. આમ તો એશિયન બજારો સવારે નરમ હતા. હૂંડિયામણ બજારનો ડોલર સામે રૂપિયો વધ્યો હતો. શુક્રવારના ઉછાળા સાથે બજારનું સેન્ટીમેન્ટ પ્રોત્સાહક તરફી બદલાયું છે તે જોતાં બજારમાં આજે સવારે પણ લેવાલીનો દોર ચાલુ રહી 10.05 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 767 પોઈન્ટ ઊંચકાઈને 38781ની અને નિફ્ટી 235 પોઈન્ટ ઊંચકાઈને 11508ની સપાટીને સ્પર્શ્યો હતો. આજે આઈટી સિવાયના બધાં જ ભાવાંકો પોઝિટિવ ઝોનમાં રહ્યા હતા.

Published on: Mon, 23 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer