સાવધાન ઇન્ડિયામાં સુશાંત સિંહનું પુનરાગમન

સાવધાન ઇન્ડિયામાં સુશાંત સિંહનું પુનરાગમન
નવ મહિનાના અંતરાલ બાદ અભિનેતા સુશાંત સિંહ ક્રાઇમ ટીવી શો સાવધાન ઇન્ડિયાના સંચાલક તરીકે પરત આવ્યો છે. આ વર્ષના જાન્યુઆરી મહિનાથી આ શોમાં ટિસ્કા ચોપરા અને આશુતોષ રાણાને સંચાલક તરીકે લેવામાં આવ્યાં હતાં. પરંતુ હવે ફરી સુશાંત જોવા મળશે. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે, મારી બદલી કરવામાં આવી ત્યારે મને દુ:ખ થયું હતું અને આ શો સાથેનો મારો પ્રવાસ અહીં પૂરો થયો તે વાતે ઉદાસ રહેતો હતો. મારા માટે આ હકીકત સ્વીકારવી મુશ્કેલ હતી. હવે જ્યારે મેં શૂટિંગ ફરી શરૂ કર્યું છે ત્યારે ઘરે પરત ફર્યા જેવો આનંદ થાય છે. 
સુશાંતને ફિલ્મો અને ટીવીના કાલ્પનિક શોમાં કામ કરવાની ઇચ્છા છે. તેણે કહ્યું કે, હું સાવધાન ઇન્ડિયા કરતો ત્યારે બધાને એમ લાગતું કે હું બહુ વ્યસ્ત હોઇશ અને મારી પાસે ફિલ્મો કરવાનો સમય નહીં હોય. પરંતુ એવું નહોતું. ટીવીમાં આવતા કાલ્પનિક શોમાં અભિનય ક્ષમતા ઝળકાવવાની તક મળે છે એમ હું દૃઢપણે માનું છું.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer