બીજા દાવમાં વધુ ધારદાર બની જાય છે શમી !

બીજા દાવમાં વધુ ધારદાર બની જાય છે શમી !
આંકડા ગવાહી પુરાવે છે: ટેસ્ટ મૅચના બીજા દાવમાં શમીએ ત્રણ વખત ખેરવી પાંચ વિકેટ
નવીદિલ્હી, તા.8: ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાંક સમયથી ખતરનાક ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામે પહેલા ટેસ્ટ મેચનાં બીજા દાવમાં તેણે પાંચ વિકેટ ઝડપીને ભારતની જીત સુનિશ્ચિત કરી દીધી હતી. શમીએ ફરી એકવાર ટીમમાં પોતાની મહત્વતા સાબિત કરી દીધી છે. શમીનાં રેકોર્ડ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે તે પહેલા કરતાં ટેસ્ટમેચનાં બીજા દાવમાં વધુ ઘાતક સાબિત થાય છે.
શમી પહેલા 1996માં જવગલ શ્રીનાથે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટનાં ચોથા દવામાં પાંચ વિકેટ લીધેલી છે. આ યાદીમાં અન્ય ભારતીય બોલરમાં કરસન ઘાવરી, કપિલ દેવ અને મદનલાલ સામેલ છે. વર્ષ 2018 બાદ શમીએ ત્રીજીવાર વિરોધી ટીમનાં બીજા દાવમાં પાંચ વિકેટ ખેડવવાની સિદ્ધિ મેળવી છે. જે અન્ય કોઈપણ બોલર કરતાં ઉચેરો દેખાવ છે. 
તેણે 15 બીજી ઈનિંગ્સમાં 17.70ની સરેરાશથી 40 વિકેટ મેળવેલી છે. તેની સામે પહેલા દાવમાં તેણે 16 ઈનિંગ્સમાં 37.56ની સરેરાશથી માત્ર 23 વિકેટ ઝડપેલી છે. પહેલા દાવમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 64 રનમાં ત્રણ વિકેટનો રહ્યો છે.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer