શ્રીલંકાએ પહેલીવાર પાકિસ્તાન સામે જીતી ટી-20 શ્રેણી

શ્રીલંકાએ પહેલીવાર પાકિસ્તાન સામે જીતી ટી-20 શ્રેણી
બીજી મેચમાં હરાવીને ત્રણ મૅચની સીરિઝમાં અજેય સરસાઈ હાંસલ કરી
લાહોર, તા.8: મેન ઓફ ધ મેચ અને પોતાની કેરિયરનો બીજો મેચ રમતા ભાનુકા રાજપક્ષેના શાનદાર 77 રનની અર્ધસદી અને પછી નુવાન પ્રદીપની 4 વિકેટ સાથેની બહેતરીન બોલિંગના દમથી શ્રીલંકાએ સોમવારે રમાયેલા બીજા ટી-20 મેચમાં યજમાન પાકિસ્તાનને 3પ રને હરાવીને પહેલીવાર પાક. સામે ટી-20 શ્રેણીમાં વિજય નોંધાવ્યો હતો.
શ્રીલંકાએ પહેલા ટી-20 મેચમાં પણ પાકિસ્તાનને 64 રને પરાસ્ત કર્યું હતું. હવે બીજા મેચમાં પણ જીત મેળવીને 3 મેચની આ શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. બન્ને ટીમો વચ્ચે હવે ત્રીજો અને આખરી મેચ ગુરુવારે રમાશે. 
શ્રીલંકાએ આજે અહીં ગદ્દાફી સ્ટેડિયમમાં ટોચ જીતીને પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 182 જેવો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. આ મજબૂત લક્ષ્યાંકનો પછી કરતાં પાકિસ્તાન 147 રનમાં ખખડીને ઓલઆઉટ થઈ ગયું હતું.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer