વિશ્વ મહિલા બૉક્સિંગ મેરીકોમ ક્વાર્ટર ફાઇનલમાં

વિશ્વ મહિલા બૉક્સિંગ મેરીકોમ ક્વાર્ટર ફાઇનલમાં
થાઇલૅન્ડની હરીફ જિતપોંગે વળતી લડત આપતાં મુકાબલો 16 સ્ટેજ સુધી લંબાયો
ઉલાન-ઉડે (રશિયા), તા.8 (પીટીઆઈ) : છ વખતની ચેમ્પિયન ભારતની એમ.સી. મેરી કોમ (51 કિગ્રા) આજે 16 સ્ટેજ સુધી ચાલેલી કઠોર લડત બાદ વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલ તરફ આગળ ધપી હતી.
36 વર્ષીય મેરી કોમે થાઈલેન્ડની જુટામાસ જિતપોંગ સામે મેરેથોન લડત બાદ 5-0થી જીત મેળવી હતી. જોકે આ મુકાબલામાં જિતપોંગે ભારતીય ખેલાડીને આક્રમક અંદાજમાં આકરી લડત આપી હતી.
ઓપનિંગ રાઉન્ડમાં મેરીને બાય મળ્યો હતો. 51 કિગ્રા શ્રેણીમાં પોતાના પહેલા સુવર્ણ પદક માટે મેદાને પડેલી મેરી કોમે બીજા રાઉન્ડથી ગતિ પકડી હતી અને ખાસ કરીને કાઉન્ટર એટેકથી તેણે પ્રતિસ્પર્ધીને હંફાવી હતી.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer