અમદાવાદમાં કૉલેજની હૉસ્ટેલના ધાબા પરથી મળી

બ્રાન્ડેડ દારૂની ખાલી બૉટલો
અમદાવાદ, તા. 8 : ગુજરાતમાં દારૂબંધી હોવાની  વાત કરતી સરકારને આંચકારૂપ અમદાવાદમાં બી. જે. મેડિકલ કૉલેજની પીજી હૉસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ દારૂની ખાલી બૉટલો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાને  પીજી હૉસ્ટેલના ડાયરેકટર એમ. એફ. શેખે શરમજનક ગણાવી હતી અને આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી, પરંતુ અહીં સાવલ એ ઊઠી રહ્યા છે કે, રેસિડેન્ટ ડૉકટર રહેતા હોય અને તેના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બૉટલો મળી આવે ત્યારે શું સમજવું? હૉસ્ટેલમાં બેફામ દારૂની રેલમછેલ થઇ રહી છે? શું હૉસ્પિટલના કૅમ્પસમાં દારૂની પાર્ટીઓ ચાલે છે? કોણ દારૂની બૉટલો હૉસ્ટેલમાં લાવ્યું? 
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer