રેરાની અપીલ વિશે એક સભ્યની બેન્ચ ચુકાદો આપી શકે નહીં હાઈ કોર્ટ

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલના વહીવટી સભ્ય દ્વારા આપવામાં આવેલા ચુકાદાને રદ કરીને મુંબઈ વડી અદાલતે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) ઍકટની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલ બેન્ચના એક સભ્યને અપીલ અથવા અરજી અથવા એપ્લિકેશન્સ વિશે ચુકાદો આપવાની બાબત કાર્યક્ષેત્રમાં આવતી નથી.
ડેવલપર માન ગ્લોબલ લિમિટેડની બીજી અપીલની સુનાવણી સમયે ન્યાયાધીશ આર. ડી. ધાનુકાએ ટ્રિબ્યુનલનો એક સભ્ય `રેરા'ની જોગવાઈ અંગેની અરજી કે અપીલ વિશે નિર્ણય લઈ શકે કે કેમ એ તેમ જ તે વિશેનો નિર્ણય બે સભ્યોની બનેલી ખંડપીઠ દ્વારા કરવામાં આવી શકે એ પ્રશ્ન છે. માન ગ્લોબલ લિમિટેડે ભરત પ્રકાશ જૌકાની અને રામપ્રકાશ જૌકાની વિરુદ્ધ અપીલ કરી હતી.
ટ્રિબ્યુનલના સભ્ય એસ. એસ. સંધુએ ગત બીજી મેએ આપેલા આદેશમાં `મહારેરા'ના આદેશના વિરુદ્ધ અપીલ કરવામાં 62 દિવસના વિલંબને માફ કરવાનો ઈનકાર કર્યો હતો. 24મી સપ્ટેમ્બર, 2018ના દિવસે `મહારેરા'એ માન ગ્લોબલ લિમિટેડને બે ફરિયાદીઓને 5.14 કરોડ રૂપિયા ઉપર 10.5 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં તેની અપીલ કરવામાં 62 દિવસના વિલંબને માફ કરવાનો ઈનકાર કર્યો હતો અને અરજી નકારી કાઢી હતી. તેથી માન ગ્લોબલ લિમિટેડે હાઈ કોર્ટનો આશરો લીધો હતો. માન ગ્લોબલ લિમિટેડના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રસાદ ધાકેફલકરએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે `રેરા'ની કલમ 43(3) અનુસાર એપેલેટ ટ્રિબ્યુનલની પ્રત્યેક બેન્ચ કમસે કમ એક જ્યુડિશિયલ મેમ્બર અને એક એડમિનિસ્ટ્રેટિવ અથવા ટેક્નિકલ સભ્ય હોવો જોઈએ. તેમણે નીલકમલ રિયલ્ટર્સ સબર્બન પ્રા. લિમિટેડ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ડિસેમ્બર, 2017માં આપેલા ચુકાદાનો 339 પેરા ટાંક્યો હતો. તેથી ટ્રિબ્યુનલના એક સભ્ય દ્વારા આપવામાં આવેલો આદેશ થવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer