પાકિસ્તાનના પ્રધાન દશેરા પર ટ્વીટ કરતાં થયા ટ્રોલ

ઈસ્લામાબાદ, તા.8 : પોતાના નિવેદનોથી વારંવાર વિવાદમાં રહેનારા પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ વિજયાદશમીની વધામણી આપી હતી, જો કે લોકોએ આ વધામણી પર પણ તેમને ટ્રોલ કર્યા હતા. કેટલાક લોકોએ તેમને અખંડ ભારતની યાદ અપાવી હતી તો અમુકે કહ્યું કે દશેરાના મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જેવા આતંકીને ખતમ કરવા જોઈએ.
આજે ભારત અને પાકિસ્તાન સહિત અનેક જગ્યાએ દશેરા મનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તથા અન્ય હિસ્સામાં રહેતા હિન્દુઓને હેપ્પી દશેરા. જોકે આ ટ્વિટ બાદ યુઝર્સની ટિપ્પણીઓ આવવા લાગી હતી. એક યુઝરે લખ્યું હતું કે પહેલાં પોતાની અંદરના રાવણનો અંત લાવો. અન્યએ લખ્યું બળજબરીના ધર્માંતરણ પર રોક લગાવો. નિર્દોષ હિન્દુ અને શીખની હત્યા બંધ કરો.

Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer