સ્ટેટ બૅન્કની ગ્રાહકોને ભેટ ઇએમઆઇ ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું

નવી દિલ્હી, તા. 8: રિટેલ સ્ટોર્સમાં વધતી જતી અવરજવરને નજરમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે અને બેંકે મહાનવમીના દિવસે પોતાના ગ્રાહકોને ભેટ આપી છે.
હવે એસબીઆઇના ગ્રાહકો માટે શોપિંગ કરવાનું વધુ સહેલું બનશે કારણ કે બેંક હવે પોતાના ડેબિટ કાર્ડ ઉપર ઇએમઆઇનો વિકલ્પ લાવી છે. એસબીઆઇના 30 કરોડ ડેબિટ કાર્ડ યુઝર છે. જેમાંથી 45 લાખ યુઝર્સ આનો ફાયદો લઇ શકે છે.
બેંક પોતાની ઓફર સાથે ગ્રાહકોને 3થી 18 મહિનાના ઇએમઆઇનો વિકલ્પ આપી રહી છે. તે પણ ઝીરો ડોકયુમેન્ટ ઉપર.
એસબીઆઇમાં 1લી ઓકટોબરથી ઘણાં ફેરફારો આવ્યા છે. આ ફેરફારોની અસર બેંકના તમામ 32 કરોડ ખાતેદારો ઉપર પડશે. બેંકે કરેલા ફેરફારોથી ગ્રાહકોને કંઇકને કંઇક ફાયદો થાય છે. બેંકે માસિક સરેરાશ બેલેન્સ ન રાખવાવાળાઓ ઉપરની પેનલ્ટીમાં પણ ફેરફાર કર્યો છે. ઓનલાઇન વહેવારમાં એનઇએફટી અને આરટીજીએસ વ્યવહાર પણ સસ્તો થશે. હવેથી મેટ્રોલ સીટી બન્ને શહેરી વિસ્તારોમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ રૂા.3000 રાખવાની થાય છે.
Published on: Wed, 09 Oct 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer